14th April,’14
Foundation day celebration with Bharatiya Mahila Bank.Micro-credit disbursement, girl child theme based cultural program and women entrepreneur award distribution was organized in the city of Ahmedabad.
Compassionate Revolution Through Kanya Mandir & Women Empowerment
“કન્યા મંદિર” માટે ઉદાર હાથે ફાળો આપો
શું આપ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારમાંથી આવો છો?
શું આપનું સ્વપ્ન આપની દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે નું છે?
જો “હા” તો વિમેન એમ્પાવરમેન્ટ કોર્પોરેશન દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૧૬ થી શરૂ થતાં કન્યા મંદિર(છાત્રાલય)માં ધોરણ ૯ થી ૧૨ અને ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ અપાવી આપના સ્વપ્નને સાકાર કરો.
વિમેન એમ્પાવરમેન્ટ કોર્પોરેશન એ દીકરીઓ અને તેઓની માતાઓના સશક્તિકરણ માટે સમર્પિત તેઓનું પોતિકું નિગમ છે. અમારૂ નિગમ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને તેઓની માનવીય ઓળખ પૂરી પાડવાના વૈજ્ઞાનિક અભિગમથી આર્થિક, સામાજિક, કાયદાકીય, રાજકીય અને આધ્યાત્મિક સ્તરે કાર્યરત છે.
નિગમ દ્વારા થતાં અમારા આ કાર્યને નજીકથી જુઓ અને જોડાઇ જાવ “કન્યા મંદિર”ના નિર્માણમાં કે જે સાચા અર્થમાં નવા સમાજનું સર્જન કરી શકે છે.
કન્યા મંદિર માટે ઉદાર હાથે આપેલ આપનો ફાળો આપને ઇન્કમટેક્ષમાંથી કલમ ૮૦(જી) (૫) હેઠળ ૫૦% કરમુક્તિ આપે છે.